ગાંધીનગર: રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે રાજકોટ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં નવી ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી (D.E.O.) કચેરીઓ શરૂ કરવાની પ્રક્રિયાને આગળ વધારતા છ નવી કચેરીઓ માટે ઇન્ચાર્જ જિલ્લા શિક્ષણાધિકારીઓની નિમણૂકના આદેશો જાહેર કર્યા છે.
આ નિમણૂકો અનુસાર રાજકોટ ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ઇન્ચાર્જ D.E.O. તરીકે દિક્ષિત પટેલની નિમણૂક કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે દિક્ષિત પટેલ હાલમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તેમની પાસે જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારીનો વધારાનો ચાર્જ પણ છે. હવે તેમને સત્તાવાર રીતે રાજકોટ ગ્રામ્ય D.E.O. કચેરીનો ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે.
શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા આદેશ મુજબ અન્ય નિમણૂકો આ મુજબ છે:
- અમદાવાદ પૂર્વ D.E.O. તરીકે રોહિત ચૌધરી
- ગાંધીનગર ગ્રામ્ય D.E.O. તરીકે ભગવાનજીભાઈ પ્રજાપતિ
- વડોદરા ગ્રામ્ય D.E.O. તરીકે મહેશકુમાર પાંડે
- કચ્છ ગ્રામ્ય D.E.O. તરીકે સંજય પરમાર
- સુરત ગ્રામ્ય D.E.O. તરીકે ભગીરથસિંહ પરમાર
નવી ગ્રામ્ય જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ કાર્યરત થતાં શિક્ષણ વહીવટમાં વધુ સુગમતા આવશે અને જિલ્લા સ્તરે શૈક્ષણિક કામગીરીનું સંચાલન વધુ અસરકારક બનવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.









