ભારતમાં Apple Pay સેવા શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. આગામી મહિને Apple Payનું લોન્ચિંગ થઈ શકે છે અને શરૂઆતમાં તેને Axis Bankના ક્રેડિટ કાર્ડ સાથે જોડવામાં આવશે.
Apple Pay દ્વારા iPhone યુઝર્સને Tap and Payની સુવિધા મળશે. પેમેન્ટ કરવા માટે અલગ એપ ખોલવાની જરૂર નહીં પડે અને કોન્ટેક્ટલેસ રીતે ચુકવણી કરી શકાશે.
આ ઉપરાંત HDFC Bank અને ICICI Bank પણ ટૂંક સમયમાં Apple Pay સેવા સાથે જોડાઈ શકે છે. આ માટે Appleની સંબંધિત બેંકો સાથે વાતચીત ચાલી રહી હોવાનું જાણવા મળે છે.
ભારતમાં Apple Payની એન્ટ્રી એવા સમયે થઈ રહી છે જ્યારે UPIમાં પણ Tap and Pay જેવી NFC આધારિત પેમેન્ટ સુવિધા ઉપલબ્ધ થઈ રહી છે.









