પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં આત્મઘાતી હુમલો, 15નાં મોત; 25થી વધુ ઘાયલ

પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં પોલીસ લાઈન્સને નિશાન બનાવી આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ છે. વિસ્ફોટમાં 15 લોકોનાં મોત થયા છે, જ્યારે 25થી વધુ લોકો ઘાયલ થયા છે.

કોહાટ જિલ્લાના લાઈઝા વિસ્તારમાં વિસ્ફોટકોથી ભરેલી વાન પોલીસ લાઈન્સની ઈમારત સાથે અથડાવવામાં આવી હતી. ત્યારબાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. જુમાનાની નમાજ દરમિયાન બનેલી ઘટનામાં આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી સર્જાઈ હતી.

ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે. સુરક્ષા એજન્સીઓએ વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત ખૈબર પખ્તુનખ્વામાં છેલ્લા બે દિવસમાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે થયેલી અલગ-અલગ અથડામણોમાં 10 આતંકવાદીઓ અને 6 સૈનિકોના મોત થયાના અહેવાલ છે.

Leave a Comment

Traffic Tail