રાજકોટમાં ડ્રગ્સ વિરોધી મેરેથોન યોજાઈ, પોલીસનો નશામુક્ત સમાજ માટે જનજાગૃતિ સંદેશ

રાજકોટ: શહેરને નશામુક્ત બનાવવાના સંકલ્પ સાથે રાજકોટ શહેર પોલીસે ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન અંતર્ગત મેરેથોનનું આયોજન કર્યું હતું. રેસકોર્સ રિંગ રોડ પર યોજાયેલી આ મેરેથોનમાં પોલીસ જવાનો અને અધિકારીઓએ ઉત્સાહભેર ભાગ લઈને ડ્રગ્સ સામે લડવાનો સંદેશ આપ્યો.

કાર્યક્રમમાં પોલીસ કમિશનર બ્રિજેશકુમાર ઝા મુખ્ય ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નશાના દૂષણ સામે સમાજ અને પોલીસના સંયુક્ત પ્રયાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ પ્રસંગે ક્રાઇમ બ્રાંચના ડીસીપી જગદીશ બાંગરવા સહિત શહેર પોલીસના અનેક અધિકારીઓ અને જવાનો હાજર રહ્યા હતા. મેરેથોન દ્વારા યુવાધનને ડ્રગ્સથી દૂર રહેવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

Leave a Comment

Traffic Tail