વરસાદના વિરામ બાદ રાજકોટમાં રસ્તાઓની પોલ ખુલી: ઠેર-ઠેર એકથી દોઢ ફૂટના ખાડા

કરોડોના ખર્ચે બનેલા ડામર રસ્તાઓ પર ખાડાઓથી વાહનચાલકો પરેશાન; કામની ગુણવત્તા સામે ઉઠ્યા સવાલ

રાજકોટ: વરસાદે વિરામ લેતાં શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓની વાસ્તવિક સ્થિતિ સામે આવી છે. મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા અનેક ડામર રસ્તાઓ પર એકથી દોઢ ફૂટ જેટલા ખાડા પડતાં વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

શહેરના મુખ્ય તેમજ આંતરિક માર્ગો પર ઠેર-ઠેર પડેલા ખાડાઓના કારણે અકસ્માતનો ભય વધી ગયો છે. રોજિંદા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અને સ્થાનિકોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે.

રસ્તાઓની હાલતને લઈને કામની ગુણવત્તા અને દેખરેખ સામે સવાલો ઉઠી રહ્યા છે. જનસુવિધા અને જનસુખાકારીના દાવાઓ વચ્ચે રસ્તાઓની આવી સ્થિતિને લઈને લોકો જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યા છે.

નાગરિકોએ તાત્કાલિક ખાડા પૂરવા અને વરસાદ બાદ રસ્તાઓનું વિશેષ નિરીક્ષણ કરીને કાયમી સમારકામ કરવાની માંગ ઉઠાવી છે.

Leave a Comment

Traffic Tail