પૂર્વ સેનાપ્રમુખનું મોટું નિવેદન ભારત માટે અસલી પડકાર પાકિસ્તાન નહીં, ચીન : જનરલ નરવણે

પૂર્વ સેનાપ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણેએ ભારતની સુરક્ષાને લઈને મોટું નિવેદન આપતાં કહ્યું કે લાંબા ગાળે પાકિસ્તાન કરતાં ચીન ભારત માટે મોટો પડકાર છે. આતંકવાદના સતત ખતરા વચ્ચે ભારતનું ધ્યાન વર્ષોથી પાકિસ્તાન પર રહ્યું છે, પરંતુ ચીન હવે અનેક ક્ષેત્રોમાં ભારતનું મુખ્ય પ્રતિસ્પર્ધી બની રહ્યું છે.

પુણેમાં પોતાના નવા પુસ્તકના વિમોચન પ્રસંગે નરવણેએ કહ્યું કે શાંતિ જાળવવી હોય તો યુદ્ધ માટે તૈયાર રહેવું જરૂરી છે. ચીન સાથેના મતભેદો વાતચીતથી ઉકેલવા જોઈએ, પરંતુ તેની સાથે મજબૂત સૈન્ય તૈયારી અને અસરકારક સંરક્ષણ વ્યવસ્થા પણ જરૂરી છે.

તેમણે જણાવ્યું કે ભારત બંને દેશો સાથે યુદ્ધ લડી ચૂક્યું છે અને ચીન તથા પાકિસ્તાન સાથેના સરહદી વિવાદ હજુ સંપૂર્ણપણે ઉકેલાયા નથી. જોકે બંને દેશો તરફથી ભારત સામેના પડકારો અલગ પ્રકારના છે.

જનરલ નરવણેએ કહ્યું કે ચીન આર્થિક, વેપાર, ટેકનોલોજી, રાજકીય અને સૈન્ય ક્ષેત્રે ભારત સાથે સ્પર્ધા કરશે. તેથી ભારતે પોતાની રાષ્ટ્રીય સુરક્ષા અને સૈન્ય ક્ષમતાને લાંબા ગાળે વધુ મજબૂત બનાવવી પડશે.

Leave a Comment

Traffic Tail