LPG ગેસ કનેક્શનધારકો માટે e-KYCની અંતિમ તારીખ વધારીને 23 ઓગસ્ટ કરવામાં આવી છે. અગાઉ 16 ઓગસ્ટ સુધી e-KYC કરાવવાની મુદત હતી. ગેસ કંપનીઓની એપમાં ટેકનિકલ ખામી, સર્વર ડાઉન અને ગેસ એજન્સીઓ પર ગ્રાહકોની લાંબી લાઈનોને કારણે આ નિર્ણય લેવાયો છે.
જે ગ્રાહકોએ પહેલેથી e-KYC કરાવી લીધી છે, તેમણે ફરીથી પ્રક્રિયા કરવાની જરૂર નથી. 23 ઓગસ્ટ સુધી e-KYC નહીં કરાવનારનું કનેક્શન બંધ નહીં થાય, પરંતુ સરકારી સબસિડી અટકી શકે છે.
ગ્રાહકો ગેસ કંપનીની મોબાઈલ એપ દ્વારા આધાર નંબર અને ફેસ સ્કેનિંગથી e-KYC કરી શકે છે. ઉપરાંત, નજીકની ગેસ એજન્સી અથવા ઘરે સિલિન્ડર પહોંચાડતા ડિલિવરીમેન પાસે રહેલા બાયોમેટ્રિક મશીન પર ફિંગરપ્રિન્ટ આપીને પણ e-KYC પૂર્ણ કરી શકાશે.









