ઋષભ પંતે રચ્યો નવો ઇતિહાસ : ટેસ્ટમાં સૌથી ઝડપી 100 છગ્ગા

ભારતીય વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતે શ્રીલંકા સામેની પ્રથમ ટેસ્ટમાં શાનદાર રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પંત ટેસ્ટ ક્રિકેટમાં 100 છગ્ગા ફટકારનાર વિશ્વનો ચોથો ખેલાડી બન્યો છે અને સાથે જ સૌથી ઝડપી 100 છગ્ગા પૂરા કરનાર બેટ્સમેન બન્યો છે.

પંતે લહિરુ કુમારાના બોલ પર સિક્સર ફટકારી પોતાની ફિફ્ટી પૂર્ણ કરી હતી. આ સાથે તેની ટેસ્ટ કારકિર્દીમાં 100 છગ્ગા પૂરા થયા. તેણે માત્ર 89મી ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવીને ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ એડમ ગિલક્રિસ્ટનો રેકોર્ડ તોડી નાખ્યો છે. ગિલક્રિસ્ટે 130 ઇનિંગ્સમાં 100 છગ્ગા પૂરા કર્યા હતા.

100 છગ્ગા પૂરા કરવામાં બેન સ્ટોક્સે 151 અને બ્રેન્ડન મેક્કુલમે 170 ઇનિંગ્સ લીધી હતી. પંતે માત્ર 4,918 બોલમાં 100 સિક્સર ફટકારીને સૌથી ઓછા બોલમાં આ સિદ્ધિ હાંસલ કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

Leave a Comment

Traffic Tail