ગ્લાસગોની રેસ્ટોરાંમાં ભારતનો ખોટો નકશો જોઈ ભારતીય ટીમનો વિરોધ: લવલીના બોરગોહેન ભડકી

કોમનવેલ્થ ગેમ્સ બાદ ડિનર દરમિયાન વિવાદ; નોર્થ ઈસ્ટ અને જમ્મુ-કાશ્મીરની ખોટી રજૂઆત સામે કડક વાંધો

ગ્લાસગો: કોમનવેલ્થ ગેમ્સ 2026માં બોક્સિંગમાં ઐતિહાસિક સફળતા બાદ ગ્લાસગોની એક ભારતીય રેસ્ટોરાંમાં ડિનર માટે પહોંચેલી ભારતીય ટીમને ત્યાં ભારતનો ખોટો નકશો જોવા મળતા ભારે નારાજગી વ્યક્ત કરવી પડી હતી.

માહિતી મુજબ, ગ્લાસગોની ‘મિસ્ટર સિંગ્સ ઈન્ડિયા’ રેસ્ટોરાંમાં ટેબલ પર રાખેલા નેપકિન પર છપાયેલા ભારતના નકશામાં ઉત્તર-પૂર્વ ભારતનો વિસ્તાર દર્શાવવામાં આવ્યો ન હતો. આ બાબત સૌથી પહેલાં ભારતીય સ્ટાર બોક્સર લવલીના બોરગોહેનના ધ્યાનમાં આવી હતી.

લવલીનાએ તરત જ આ ગંભીર ભૂલ સામે વિરોધ નોંધાવ્યો હતો. ભારતીય બોક્સિંગ ફેડરેશનના અધ્યક્ષ અજય સિંહે પણ રેસ્ટોરાં સંચાલકો સમક્ષ વાંધો ઉઠાવતા જણાવ્યું કે નકશામાં જમ્મુ-કાશ્મીરની રજૂઆત પણ ખોટી હતી, જે સ્વીકાર્ય નથી.

ભારતીય પ્રતિનિધિમંડળે રેસ્ટોરાં મેનેજમેન્ટને તાત્કાલિક ખોટા નકશાવાળા નેપકિન હટાવી ભારતનો અધિકૃત નકશો ઉપયોગમાં લેવા જણાવ્યું હતું. ઘટનાએ ભારતીય ખેલાડીઓમાં ભારે અસંતોષ ફેલાવ્યો હતો.

Leave a Comment

Traffic Tail