સુરત: પાંડેસરા વિસ્તારમાં વર્ષ 2008માં થયેલી હત્યાના કેસમાં ફરાર આરોપી રાકેશ ઉર્ફે જાલીમસિંહને ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રના નાગપુરમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીએ શંકર દાદા નામના યુવકની હત્યા કરી હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી જેલમાંથી પેરોલ પર છૂટ્યા બાદ ફરાર થઈ ગયો હતો. છેલ્લા ઘણા વર્ષોથી તે પોતાની ઓળખ છુપાવી નાગપુરમાં પાણીપૂરી વેચીને જીવન ગુજારતો હતો.
બાતમીના આધારે કાર્યવાહી કરતા સુરત ક્રાઇમ બ્રાન્ચે આરોપીને નાગપુરમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









