ઇજિપ્તમાં 5.4ની તીવ્રતાનો ભૂકંપ: વહેલી સવારે ધરતી ધ્રૂજી, લોકોમાં ભયનો માહોલ

કૈરો: ઇજિપ્તમાં સોમવારે વહેલી સવારે રિક્ટર સ્કેલ પર 5.4ની તીવ્રતાનો ભૂકંપ નોંધાતા અનેક વિસ્તારોમાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર ભૂમધ્ય સાગરમાં સમુદ્રની અંદર આશરે 10 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું જર્મનીના ભૂ-વિજ્ઞાન અનુસંધાન કેન્દ્રે જણાવ્યું છે.

ભૂકંપ બાદ લોકો સાવચેતીના ભાગરૂપે ઘરો અને ઇમારતોમાંથી બહાર નીકળી આવ્યા હતા. જોકે, પ્રાથમિક માહિતી મુજબ કોઈ જાનહાનિ કે મોટા પાયે નુકસાન નોંધાયું નથી.

ઘટના બાદ ઈજિપ્ત રેડ ક્રેસન્ટે અસરગ્રસ્ત વિસ્તારોમાં ઈમરજન્સી રિસ્પોન્સ વ્યવસ્થા સક્રિય કરી છે. અધિકારીઓ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને જરૂરિયાત મુજબ રાહત ટીમોને તૈયાર રાખવામાં આવી છે.

ઈજિપ્ત સરકારના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સ્વેઝ શહેરથી લગભગ 38 કિલોમીટર દૂર સમુદ્રમાં હતું. તંત્રએ નાગરિકોને નુકસાનગ્રસ્ત અથવા તિરાડ પડેલી ઇમારતોથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર સૂચનાઓ પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે.

Leave a Comment

Traffic Tail