અમરનાથ યાત્રામાં મોટો અકસ્માત: યાત્રીઓથી ભરેલી બસ ખાઈમાં ખાબકી, 30થી વધુ ઘાયલ

ગાંદરબાલના ગુંડ વિસ્તારમાં દુર્ઘટના; પોલીસ, ITBP અને સ્થાનિકોની મદદથી રેસ્ક્યૂ, અનેક યાત્રીઓની હાલત ગંભીર

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરની અમરનાથ યાત્રા દરમિયાન મોટો અકસ્માત સર્જાયો છે. ગાંદરબાલ જિલ્લાના ગુંડ નજીક હરિગનીવાન વિસ્તારમાં યાત્રીઓથી ભરેલી બસ અચાનક કાબૂ ગુમાવી ઊંડી ખાઈમાં ખાબકી હતી. અકસ્માતમાં 30થી વધુ શ્રદ્ધાળુઓ ઘાયલ થયા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે કેટલાક યાત્રીઓની હાલત ગંભીર હોવાનું પ્રાથમિક અહેવાલોમાં સામે આવ્યું છે.

ઘટનાની જાણ થતાં જ પોલીસ, પ્રશાસન, ITBPના જવાનો અને સ્થાનિક લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. સંયુક્ત બચાવ કામગીરી દરમિયાન બસમાં ફસાયેલા તમામ યાત્રીઓને બહાર કાઢી નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે અકસ્માતનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. અકસ્માત બાદ યાત્રામાર્ગ પર થોડા સમય માટે અવરજવર પણ પ્રભાવિત થઈ હતી.

Leave a Comment

Traffic Tail