સુરતના યોગીચોકમાં વહેલી સવારે ભીષણ આગ: ઘરવખરીના ગોડાઉનમાં લાખોનું નુકસાન

સરદાર ચોક નજીક આગથી દોડધામ; ફાયર બ્રિગેડની કલાકોની જહેમત બાદ આગ કાબૂમાં

સુરત: શહેરના સરથાણા યોગીચોક વિસ્તારમાં વહેલી સવારે ભીષણ આગ લાગતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. સરદાર ચોક નજીક આવેલા ઘરવખરીના સામાનના ગોડાઉનમાં અચાનક આગ ભભૂકી ઊઠતાં જોતજોતામાં સમગ્ર ગોડાઉન આગની ઝપેટમાં આવી ગયું હતું.

આગની જાણ થતાં ફાયર બ્રિગેડની અનેક ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવા કામગીરી હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં સફળતા મળી હતી.

પ્રાથમિક માહિતી મુજબ આગમાં ગોડાઉનમાં રાખેલો ઘરવખરીનો મોટો જથ્થો બળી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું અનુમાન છે. ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ બહાર આવ્યું નથી. ફાયર વિભાગ અને પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી આગ પાછળનું કારણ જાણવા કાર્યવાહી કરી રહ્યા છે.

Leave a Comment

Traffic Tail