રાજકોટ: રાજકોટ-ગોંડલ નેશનલ હાઇવે પર કોરાટ ચોક નજીક કાર અને રિક્ષા વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં બંને વાહનચાલકો ઇજાગ્રસ્ત થયા છે.
અકસ્માત એટલો ભયંકર હતો કે કાર અને રિક્ષાને ભારે નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં ઇમરજન્સી સેવાઓ સ્થળ પર પહોંચી બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા હતા.
પોલીસે અકસ્માતની નોંધ લઈ ઘટનાના કારણ અંગે વધુ તપાસ હાથ ધરી છે.








