રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ: ગોંડલની 3 માસની બાળકી પોઝિટિવ, બે બાળકો શંકાસ્પદ

રાજકોટ: રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયો છે. ગોંડલની 3 માસની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને હાલ તે સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

પ્રાથમિક માહિતી મુજબ, બાળકીનો શ્રમિક પરિવાર 15 દિવસ પહેલાં મધ્યપ્રદેશથી ગુજરાત આવ્યો હતો. તબિયત લથડતાં 19 જુલાઈએ બાળકીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

આ દરમિયાન મેટોડાના 10 વર્ષના અને ખીરસરાના 6 વર્ષના બાળકમાં પણ સમાન લક્ષણો જોવા મળતાં તેમના સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યા છે.

કેસ સામે આવતા આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે અને સંક્રમણને રોકવા માટે જરૂરી સર્વેલન્સ તથા તકેદારીની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail