રાજકોટમાં કન્સ્ટ્રક્શન સાઇટ પર ચોરી કરતી ગેંગ ઝડપાઈ: રૂ. 18 લાખનો મુદ્દામાલ જપ્ત

રાજકોટ: શહેરમાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી એલ્યુમિનિયમ પ્લેટોની ચોરી કરતી ગેંગનો રાજકોટ પોલીસે પર્દાફાશ કરી એક બાળ આરોપી સહિત કુલ 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી અંદાજે રૂ. 18 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ચોરી કરેલી 134 એલ્યુમિનિયમ પ્લેટ, ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી એક રિક્ષા અને એક છોટા હાથી વાહન સહિતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

પ્રાથમિક તપાસ મુજબ, આરોપીઓ શહેરની વિવિધ કન્સ્ટ્રક્શન સાઇટોને નિશાન બનાવી ત્યાંથી એલ્યુમિનિયમ પ્લેટોની ચોરી કરી વેચાણ કરતા હતા. મળેલી બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી સમગ્ર ગેંગને ઝડપી પાડી હતી.

સમગ્ર મામલે પોલીસે આરોપીઓ સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન અન્ય ચોરીના ગુનાઓમાં પણ તેમની સંડોવણી છે કે નહીં તેમજ ચોરીનો મુદ્દામાલ ક્યાં વેચવામાં આવ્યો હતો તે દિશામાં તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail