વડોદરામાં ગુપ્ત ભોંયરામાંથી દારૂનો જથ્થો ઝડપાયો, LCBની મોટી કાર્યવાહી

વડોદરા: શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં ગેરકાયદેસર દારૂના જથ્થા સામે LCB ઝોન-3ની ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે. જાનકી ડુપ્લેક્ષ સોસાયટીમાં આવેલા એક મકાન પર દરોડા દરમિયાન ગુપ્ત રીતે બનાવવામાં આવેલા ભોંયરામાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

બાતમીના આધારે પોલીસે મકાનમાં તપાસ કરતાં ભોંયરામાં છુપાવી રાખેલો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. સમગ્ર મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પોલીસ હવે દારૂના જથ્થાનો સ્ત્રોત, તેમાં સંડોવાયેલા શખ્સો અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ ચલાવી રહી છે.

Leave a Comment

Traffic Tail