Vadodara ના આજવા રોડ વિસ્તારમાં નશાકારક કફ સીરપના ગેરકાયદે વેચાણ સામે પોલીસે કાર્યવાહી કરી છે.
SOG એ દરોડો પાડી નશાકારક કફ સીરપ (કોડીન યુક્ત) વેચતા Satnamsingh Sikligar ને ઝડપી પાડ્યો છે.
પોલીસે કાર્યવાહી દરમિયાન કુલ ₹96,141 નો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનું જણાવાયું છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં કોડીન યુક્ત કફ સીરપ સહિત અન્ય સંબંધિત સામગ્રીનો સમાવેશ થાય છે.
કેસમાં સંડોવાયેલા અન્ય આરોપી Hirav Pandya ફરાર હોવાનું સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે અને તેની શોધખોળ શરૂ કરી છે.
આરોપીઓ સામે સંબંધિત કાયદા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આ નશાકારક સીરપ ક્યાંથી મેળવવામાં આવતું હતું અને તેનું વિતરણ કોને કરવામાં આવતું હતું.









