Bhuj નજીક આવેલી શેખપીર દરગાહ પાસેથી પશ્ચિમ કચ્છ એસઓજી દ્વારા ડ્રગ્સ વિરોધી કાર્યવાહી કરવામાં આવી છે.
Mayur Gusai નામના યુવકને 602 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પોલીસે અંદાજે ₹30,000 કિંમતનો ગાંજો જપ્ત કર્યો હતો.
West Kutch SOG એ આરોપીની ધરપકડ કરીને તેની સામે NDPS Act હેઠળ ગુનો નોંધાવ્યો છે.
વધુ તપાસ માટે કેસ Padhar Police ને સોંપવામાં આવ્યો છે. પોલીસે ગાંજો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને અન્ય કોઈ વ્યક્તિ આ નેટવર્ક સાથે સંકળાયેલી છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.
પોલીસ દ્વારા નશીલા પદાર્થોના વેપાર અને હેરફેર સામે સતત કાર્યવાહી ચાલુ રાખવામાં આવી રહી છે.









