Rajkot માં ભાજપના પ્રદેશ અધ્યક્ષ Jagdish Vishwakarma એ સ્વ. જનકભાઈ કોટકના નિવાસસ્થાને પહોંચી તેમના પરિવારજનોને મુલાકાત લીધી હતી.
તેમણે શોકગ્રસ્ત પરિવારને સાંત્વના પાઠવી અને સ્વ. જનકભાઈ કોટકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, “ભાજપ સ્વ. જનકભાઈ કોટકનું યોગદાન ક્યારેય નહીં ભૂલે.”
તેમણે વધુમાં કહ્યું કે સ્વ. જનકભાઈ જનસંઘના સમયથી પક્ષની યાત્રાના સાક્ષી રહ્યા હતા અને પક્ષ તેમજ રાષ્ટ્ર પ્રત્યેનું તેમનું સમર્પણ હંમેશા યાદ રાખવામાં આવશે.
ભાજપના વરિષ્ઠ કાર્યકર તરીકે સ્વ. જનકભાઈ કોટકે લાંબા સમય સુધી સંગઠનને મજબૂત બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હોવાનું પક્ષના આગેવાનોએ જણાવ્યું.









