Anjar માં વારંવાર સર્જાતી વીજ વિક્ષેપની સમસ્યાને લઈને વેપારીઓ અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે.
સમસ્યાના કાયમી નિરાકરણની માંગ સાથે વેપારીઓ PGVCL ની કચેરીએ પહોંચ્યા હતા અને અનોખી રીતે રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.
વેપારીઓનું કહેવું છે કે વીજ પુરવઠાની સમસ્યા અંગે અગાઉ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ સ્થાયી ઉકેલ આવ્યો નથી. વારંવારના વીજ વિક્ષેપથી વેપાર-ધંધા અને દૈનિક જીવન પર અસર પડી રહી હોવાનું તેઓએ જણાવ્યું.
આક્રોશિત વેપારીઓએ તંત્ર સમક્ષ ઉગ્ર રજૂઆત કરીને સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવા અને અસરકારક પગલાં ભરવાની માંગ કરી છે.
હાલ સંબંધિત અધિકારીઓ દ્વારા રજૂઆત સ્વીકારી સમસ્યાના નિરાકરણ માટે જરૂરી કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.









