કામરેજમાં શંકાસ્પદ ઘી ફેક્ટરી પર પોલીસનો દરોડો

Kamrej તાલુકાના નવાગામ વિસ્તારમાં આવેલી Shreeji Industrial માં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરી પર પોલીસે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી છે.

તપાસ દરમિયાન ફેક્ટરીમાંથી તેલ, ક્રીમ અને અન્ય કાચા માલનો જથ્થો મળી આવ્યો હતો, જેને સીલ કરવામાં આવ્યો છે. પ્રાથમિક શંકા મુજબ અસલી બ્રાન્ડના નામે નકલી ઘી તૈયાર કરીને તેનું વેચાણ કરવામાં આવતું હતું.

Kamrej Police દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. નકલી ઘી ક્યાં તૈયાર થતું હતું, કયા વિસ્તારોમાં સપ્લાય કરવામાં આવતું હતું અને તેમાં અન્ય કોણ સંડોવાયેલા છે તે અંગે માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

ખાદ્ય સુરક્ષા અને ગ્રાહકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સંબંધિત વિભાગો દ્વારા નમૂનાઓની તપાસ પણ કરવામાં આવશે. તપાસ પૂર્ણ થયા બાદ જ ઉત્પાદનોની ગુણવત્તા અને ગેરરીતિઓ અંગે સ્પષ્ટ માહિતી સામે આવશે

Leave a Comment

Traffic Tail