રાજ્યમાં આકરી ગરમી વચ્ચે વરસાદી માહોલ જામશે, આજથી પાંચ દિવસ વરસાદની આગાહી

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી આકરી ગરમી વચ્ચે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આજથી આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ 11 જૂનથી 15 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.

11 જૂનના રોજ નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
12 જૂને પણ નવસારી, તાપી, વલસાડ અને ડાંગ જિલ્લામાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

13 જૂનના રોજ સુરત, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે.

14 જૂને ભરુચ, વડોદરા અને પંચમહાલ જિલ્લામાં વરસાદની શક્યતા છે. ઉપરાંત દાહોદ અને મહીસાગર જિલ્લામાં પણ વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગે કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે તેજ પવન ફૂંકાઈ શકે તેવી પણ આગાહી કરી છે. વરસાદના આગમનથી ગરમીમાં ઘટાડો થવાની અને લોકોને રાહત મળવાની શક્યતા છે. ખેડૂતો માટે પણ આ વરસાદ લાભદાયી સાબિત થઈ શકે છે.

Leave a Comment

Traffic Tail