અમદાવાદના સોલા વિસ્તારમાં તંત્રની બેદરકારીને કારણે સ્થાનિક લોકોના આરોગ્ય પર ગંભીર અસર પડી હોવાનો મામલો સામે આવ્યો છે. પ્રદૂષિત પાણીના કારણે આકાંક્ષા એપાર્ટમેન્ટમાં મોટી સંખ્યામાં લોકો ઝાડા-ઉલ્ટી જેવી બીમારીઓનો ભોગ બન્યા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિકોના આક્ષેપ મુજબ વારંવાર ફરિયાદો કરવા છતાં સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું નહોતું. હવે મોટી સંખ્યામાં લોકો બીમાર પડ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું છે.