મોટા વરાછામાં 400 મીટરનો રસ્તો અચાનક બેસી ગયો, સામાન્ય વરસાદમાં મનપાની કામગીરી સામે ઉઠ્યા સવાલમોટા વરાછામાં 400 મીટરનો રસ્તો અચાનક બેસી ગયો, સામાન્ય વરસાદમાં મનપાની કામગીરી સામે ઉઠ્યા સવાલ

સુરત: શહેરના મોટા વરાછા વિસ્તારમાં આશરે 400 મીટર લાંબો રસ્તો અચાનક બેસી જતાં સ્થાનિકોમાં ચિંતા ફેલાઈ હતી. ઘટનાસ્થળે રસ્તા પર કાર સમાઈ જાય તેવડા ચારથી પાંચ મોટા ભૂવા પડતાં વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ હતી.

મળતી માહિતી મુજબ, થોડા સમય પહેલાં જ આ માર્ગ પર ડ્રેનેજ લાઇનની કામગીરી કરવામાં આવી હતી. સામાન્ય વરસાદ બાદ જ રસ્તો ધસી પડતાં કામગીરીની ગુણવત્તા અને અમલીકરણ સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

ઘટનાની જાણ થતાં સુરત મહાનગરપાલિકાની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને કોઈ અનિચ્છનીય અકસ્માત ન બને તે માટે અસરગ્રસ્ત માર્ગને તાત્કાલિક વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. સાથે જ સુરક્ષા માટે બેરિકેડિંગ સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે ડ્રેનેજ કામગીરી બાદ યોગ્ય રીતે રસ્તાનું પુનઃનિર્માણ ન થતાં સામાન્ય વરસાદમાં જ માર્ગ ધસી પડ્યો છે. ઘટનાને પગલે મનપાની કામગીરીની ગુણવત્તા સામે ફરી પ્રશ્નો ઊભા થયા છે. હાલ તંત્ર દ્વારા નુકસાનના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે અને માર્ગના સમારકામની કામગીરી હાથ ધરવાની તૈયારી કરવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail