રેલવેમાં નવી ડિજિટલ સિસ્ટમ: TTEને શોધવાની ઝંઝટ ઘટશે, ખાલી બર્થ RAC-વેઇટિંગ મુસાફરને આપોઆપ મળશે

ટ્રેનમાં ખાલી પડતી બર્થ હવે ઓટોમેટિક સિસ્ટમ દ્વારા RAC અને વેઇટિંગ લિસ્ટના મુસાફરોને ફાળવવાની વ્યવસ્થા શરૂ કરવાની તૈયારી છે. પાયલોટ પ્રોજેક્ટ હેઠળ TTEના હેન્ડહેલ્ડ ટર્મિનલને રિયલ ટાઈમ ડેટા, GPS અને બાયોમેટ્રિક સિસ્ટમ સાથે જોડવામાં આવશે.

મુસાફર કોઈ સ્ટેશન પર ન ચડે તો TTE HHTમાં બર્થને ‘Unboarded’ માર્ક કરશે. આ માહિતી કેન્દ્રીય સર્વર પર પહોંચતા સિસ્ટમ નિયમ મુજબ વેઇટિંગ લિસ્ટના મુસાફરને બર્થ ફાળવશે.

મુસાફરો Rail Madad અને IRCTC એપ પર ટ્રેનમાં ખાલી બર્થની લાઈવ માહિતી જોઈ શકશે. TTE બર્થ માર્ક ન કરે અથવા ચેકિંગ માટે હાજર ન રહે તો 139 નંબર અથવા Rail Madad મારફતે ફરિયાદ કરી શકાશે.

HHTમાં 4G કનેક્ટિવિટી, GPS ટ્રેકિંગ, બાયોમેટ્રિક સ્કેનર, રિયલ ટાઈમ ડેટા સિંક અને 12 કલાકની બેટરી સહિતની સુવિધાઓ હશે. સાથે TTEને સ્માર્ટ જેકેટ અને કેમેરા પણ આપવામાં આવશે, જેના દ્વારા ઈમરજન્સીમાં SOS એલર્ટ મોકલી શકાશે.

Leave a Comment

Traffic Tail