એશિયન ગેમ્સમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમનો વિજયી પ્રારંભ, જાપાનને 8 વિકેટે હરાવ્યું

જાપાનની ટીમ 57 રનમાં સમેટાઈ; શેફાલી વર્માની અણનમ 40 રનની તોફાની ઇનિંગ, ભારતે 5 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો

એશિયન ગેમ્સ મહિલા T20 ક્રિકેટમાં ભારતીય ટીમે શાનદાર જીત સાથે અભિયાનની શરૂઆત કરી છે. ભારતે યજમાન જાપાનને 8 વિકેટે હરાવીને ટુર્નામેન્ટમાં વિજયી શરૂઆત કરી હતી.

જાપાનની ટીમ પ્રથમ બેટિંગ કરતા 19.5 ઓવરમાં માત્ર 57 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આયાકા કાતો-સ્ટેનફર્ડે 25 રન સાથે ટીમ તરફથી સર્વાધિક સ્કોર કર્યો હતો. ભારત તરફથી શ્રીચરનીએ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે શેફાલી વર્માને 2 સફળતા મળી હતી.

58 રનના સરળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત જોકે સારી રહી નહોતી. કમલીની ખાતું ખોલ્યા વિના અને ફુલમાળી 6 રને પેવેલિયન પરત ફર્યા હતા.

ત્યારબાદ શેફાલી વર્માએ મોરચો સંભાળ્યો હતો. તેણે અણનમ 40 રન ફટકાર્યા હતા, જ્યારે રીચા ઘોષે અણનમ 12 રન બનાવ્યા હતા. બંનેની શાનદાર બેટિંગથી ભારતે માત્ર 5 ઓવરમાં 2 વિકેટે 59 રન બનાવીને મેચ પોતાના નામે કરી હતી.

Leave a Comment

Traffic Tail