ટેન્ડર વિના બાલાજી એજન્સીને વીડિયો-ફોટોગ્રાફીનું કામ? રાજકોટ મહાનગરપાલિકામાં નવો વિવાદ

રાજકોટ: જંગલેશ્વર ડિમોલેશન કાર્યવાહી દરમિયાન કાજુ કતરી વિતરણ અને વીડિયો ગ્રાફી મામલે વિવાદમાં આવેલી બાલાજી ઇન્ટરપ્રાઇઝ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. અગાઉનો વિવાદ શમ્યો નથી ત્યાં રાજકોટ મહાનગરપાલિકામાં વધુ એક નવો વિવાદ સામે આવ્યો છે.

આક્ષેપ મુજબ, મહાનગરપાલિકાએ ટેન્ડર પ્રક્રિયા વિના બાલાજી એજન્સીને વીડિયો અને ફોટોગ્રાફીનું કામ સોંપ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મામલે પ્રતિસ્પર્ધી એજન્સીએ મીડિયા સમક્ષ ગંભીર આક્ષેપો કરીને સમગ્ર પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવ અંગે સવાલો ઉઠાવ્યા છે.

ફરિયાદી એજન્સીનું કહેવું છે કે નિયમિત ટેન્ડર પ્રક્રિયાનું પાલન કર્યા વગર એક જ એજન્સીને કામ આપવામાં આવ્યું છે, જેના કારણે અન્ય એજન્સીઓ સાથે અન્યાય થયો છે.

આ સમગ્ર મામલે હવે મહાનગરપાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉભા થયા છે. બાલાજી એજન્સીને ફરીથી કામ કેવી રીતે અને કોની ભલામણથી અપાયું તે અંગે જવાબદાર અધિકારીઓની ભૂમિકાને લઈને પણ ચર્ચા તેજ બની છે. જોકે, આક્ષેપો અંગે મહાનગરપાલિકા તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.

Leave a Comment

Traffic Tail