ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ આયર્લેન્ડ અને ઇંગ્લેન્ડ સામેની આગામી ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. આ વખતે ટીમમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળ્યા છે. શ્રેયસ અય્યરને ટી20 ટીમનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે તિલક વર્માને વાઈસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે.
સૌથી મોટી ચર્ચાનો વિષય સૂર્યકુમાર યાદવ રહ્યા જેમને માત્ર કેપ્ટનશીપમાંથી જ નહીં પરંતુ આખી ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા છે. બીજી તરફ IPL 2026માં શાનદાર પ્રદર્શન કરનાર યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને પ્રથમ વખત ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે
ટીમમાં સંજુ સેમસન, ઈશાન કિશન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ અને જસપ્રિત બુમરાહ જેવા અનુભવી ખેલાડીઓને પણ તક આપવામાં આવી છે. યુવા અને અનુભવી ખેલાડીઓના મિશ્રણ સાથે ટીમ મેનેજમેન્ટે આગામી ટી20 અભિયાન માટે નવી દિશા પસંદ કરી છે.









