જૂનાગઢ: માંગરોળ તાલુકાના સાંગાવાડા દરિયા કિનારે શંકાસ્પદ કન્ટેનર મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. દરિયાના મોજાં સાથે તણાઈને કિનારે પહોંચેલા આ કન્ટેનરને જોઈ સ્થાનિકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી.
માહિતી મળતા જ પોલીસ અને સંબંધિત સુરક્ષા એજન્સીઓની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન કન્ટેનર ખોલતાં તે સંપૂર્ણપણે ખાલી હોવાનું સામે આવ્યું હતું.
અધિકારીઓએ કન્ટેનર ક્યાંથી તણાઈને આવ્યું અને તેની પાછળ કોઈ શંકાસ્પદ કારણ છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી છે. હાલ સમગ્ર મામલે પોલીસ અને સંબંધિત એજન્સીઓ વધુ તપાસ કરી રહી છે.









