મૃત રોકાણકારોના શેર ટ્રાન્સફર કરવાના નિયમો સરળ: સેબીનો મોટો નિર્ણય

Securities and Exchange Board of India (સેબી)એ મૃત રોકાણકારોના નામે રહેલી સિક્યોરિટીઝ કાનૂની વારસદારોને ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા વધુ સરળ અને ઝડપી બનાવવા મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

મુખ્ય ફેરફારો:

  • ફિઝિકલ શેર માટે નાની કિંમતના ક્લેમની મર્યાદા ₹10 લાખ સુધી વધારાઈ.
  • ડીમેટ શેર માટે નાની કિંમતના ક્લેમની મર્યાદા ₹30 લાખ સુધી વધારાઈ.
  • શેર ટ્રાન્સફર માટે અલગથી PAN કાર્ડ સબમિટ કરવાની જરૂર રહેશે નહીં.
  • વિલના પ્રોબેટ (Probate)ની ફરજિયાત શરત દૂર કરવામાં આવી.
  • અલગ-અલગ એફિડેવિટ અને NOCના બદલે એક જ “Affidavit-cum-NOC” પૂરતું રહેશે.
  • QR કોડ ધરાવતા ડેથ સર્ટિફિકેટને માન્યતા આપવામાં આવશે.

અન્ય મહત્વના નિર્ણયો:

  • સ્ટોક એક્સચેન્જ મિકેનિઝમ મારફતે “ઓપન માર્કેટ શેર બાયબેક” પ્રક્રિયા ફરી શરૂ કરવાની મંજૂરી.
  • મ્યુચ્યુઅલ ફંડ હાઉસ માટે ઇન્ટ્રા-ડે બોરોઇંગની પ્રક્રિયા વધુ સરળ બનાવાઈ.
  • સેબીના અધિકારીઓ અને સભ્યો માટે પારદર્શિતા વધારવા નવો “કોડ ઓફ કન્ડક્ટ” મંજૂર કરાયો.

સેબીના ચેરમેન Tuhin Kanta Pandeyએ સ્પષ્ટતા કરી કે હાલ કોઈ સ્ટોક એક્સચેન્જ અથવા તેની ગ્રુપ કંપનીને પોતાના જ પ્લેટફોર્મ પર લિસ્ટ કરવાની દરખાસ્ત પર વિચારણા ચાલી રહી નથી.

આ નિર્ણયોથી વારસદારોને શેર ટ્રાન્સફર કરવામાં ઓછી કાગળપત્રીઓ, ઝડપી પ્રક્રિયા અને વધુ સરળતા મળશે.

Leave a Comment

Traffic Tail