સુરતમાં પૂરગ્રસ્તોને રાહત: બે દિવસમાં 2,500 પરિવારોને રૂ.1.50 કરોડની સહાય ચૂકવાઈ

સુરત: સુરત શહેરમાં તાજેતરના પૂરથી અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત પહોંચાડવા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સહાય વિતરણની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર તેજસ પરમારે જણાવ્યું હતું કે, છેલ્લા બે દિવસમાં 2,500 પરિવારોને રૂ.1.50 કરોડની કેશ ડોલ્સ અને ઘરવખરી સહાય ચૂકવવામાં આવી છે.

કલેક્ટરે જણાવ્યું કે, શહેરના વિવિધ વિસ્તારોમાં પૂરનું પાણી ભરાવાના કારણે અનેક પરિવારોને નુકસાન થયું હતું. આ નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે તાત્કાલિક સર્વે શરૂ કરવામાં આવ્યો હતો અને તેના આધારે સહાયની ચુકવણી કરવામાં આવી રહી છે.

હાલ સુરત શહેરના છ તાલુકામાં 50 સર્વે ટીમો સતત કામગીરી કરી રહી છે. અત્યાર સુધીમાં હજારો પરિવારોને સહાય પહોંચાડવામાં આવી છે, જ્યારે બાકીના અસરગ્રસ્ત પરિવારોનો સર્વે પૂર્ણ થતાં તેમને પણ તાત્કાલિક સહાય આપવામાં આવશે.

જિલ્લા વહીવટીતંત્રે જણાવ્યું છે કે કોઈપણ યોગ્ય લાભાર્થી સહાયથી વંચિત ન રહે તે માટે સર્વે અને સહાય વિતરણની કામગીરી સતત ચાલુ રાખવામાં આવશે.

Leave a Comment

Traffic Tail