રાની મુખર્જીને ઓસ્ટ્રેલિયાની લા ટ્રોબ યુનિવર્સિટીનું માનદ ડોક્ટરેટ

બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીને ઓસ્ટ્રેલિયાની લા ટ્રોબ યુનિવર્સિટી દ્વારા માનદ ‘ડોક્ટર ઓફ લેટર્સ’ની ઉપાધિ એનાયત કરવામાં આવી છે. મેલબોર્નના ફેડરેશન સ્ક્વેર ખાતે યોજાયેલા વિશેષ સમારોહમાં તેમને આ સન્માન આપવામાં આવ્યું હતું.

આ સન્માન મેળવનારી રાની મુખર્જી શાહરૂખ ખાન બાદ બીજી ભારતીય ફિલ્મ હસ્તી બની છે. આ કાર્યક્રમ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબોર્ન (IFFM) 2026 અંતર્ગત યોજાયો હતો.

રાની મુખર્જીને ભારતીય સિનેમામાં તેમના ઉત્કૃષ્ટ અભિનય અને લાંબા સમયના યોગદાન બદલ વિશેષ સન્માનપત્ર પણ એનાયત કરવામાં આવ્યું.

રાની મુખર્જીને મળેલું આ સન્માન ભારતીય સિનેમાના વૈશ્વિક પ્રભાવ અને તેમના અભિનય ક્ષેત્રે યોગદાનની મોટી ઓળખ સમાન છે.

Leave a Comment

Traffic Tail