દેશભરમાં વરસાદી આફત: આસામ, કેરળ, છત્તીસગઢ અને ગુજરાતમાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું

આસામમાં મૃત્યુઆંક 85 પર, કેરળમાં 8ના મોત; હજારો લોકો સુરક્ષિત સ્થળે ખસેડાયા

નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી સ્થિતિ ગંભીર બની છે. આસામ, કેરળ, છત્તીસગઢ અને ગુજરાતમાં વરસાદી આફતના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને અનેક વિસ્તારોમાં રાહત-બચાવ કામગીરી ચાલુ છે.

આસામમાં પૂર સંબંધિત દુર્ઘટનાઓમાં મૃત્યુઆંક 85 પર પહોંચ્યો છે. કેરળમાં ભારે વરસાદના કારણે 8 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો લાપત્તા છે. છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં પૂરના પાણીમાં બે બાળાઓના જીવ ગયા છે.

મૂશળધાર વરસાદથી લાખો એકર ખેતીપાકને નુકસાન થયું છે, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે અને ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે. હજારો પરિવારોને સલામત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

કેરળમાં સરકાર દ્વારા 209 રાહત શિબિરો શરૂ કરવામાં આવી છે, જ્યાં 5,792થી વધુ લોકોને આશ્રય આપવામાં આવ્યો છે. રાજ્ય સરકાર અને બચાવ એજન્સીઓ અસરગ્રસ્ત વિસ્તારોમાં સતત કામગીરી કરી રહી છે.

સરકારે અસરગ્રસ્ત પરિવારોને તમામ જરૂરી સહાય અને પુનર્વસન માટે તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપી છે.

Leave a Comment

Traffic Tail