સુરત: ઉત્રાણ વિસ્તારમાં રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો પાડી 7 મહિલાઓને ઝડપી પાડી છે. સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસે રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1.22 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
મળતી માહિતી મુજબ, ઉત્રાણ પોલીસને બાતમી મળતા ઉમરાગામ સ્થિત રાધે રેસિડન્સીના એક રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન મહિલાઓ મકાનમાં જુગાર રમતી ઝડપાઈ હતી.
પોલીસે સ્થળ પરથી રોકડ રકમ, 6 મોબાઇલ ફોન સહિત કુલ રૂ. 1.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તમામ આરોપી મહિલાઓ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ઉત્રાણ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને જુગાર પ્રવૃત્તિ સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.









