વડોદરામાં GEN-Z યુવાનો સાથેના સંવાદ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસ, રેલવે, AI, સોલાર એનર્જી અને સ્કિલ આધારિત શિક્ષણ અંગે વાત કરી હતી. આ દરમિયાન તેમણે વિપક્ષ પર કટાક્ષ કરતાં ‘નારાજ ફૂફાજી’ શબ્દનો ઉલ્લેખ કર્યો હતો.
PM મોદીએ ફ્રેઇટ કોરિડોર અને ડબલ ડેકર માલગાડીની વાત કરતાં કહ્યું કે એક ટ્રેનમાં 250થી વધુ ટ્રક જેટલો માલ લઈ જઈ શકાય છે. તેમણે રેલવેના આધુનિકીકરણનો ઉલ્લેખ કરી કહ્યું કે 2014 બાદ 50 હજાર આધુનિક રેલ કોચ બનાવવામાં આવ્યા છે.
સાથે જ PM મોદીએ યુવાનોને માત્ર ડિગ્રી નહીં પરંતુ સ્કિલ અને AIમાં નિપુણતા મેળવવા અપીલ કરી હતી. 2047 સુધી ભારતને વિકસિત બનાવવાના લક્ષ્યમાં GEN-Zની મહત્વની ભૂમિકા રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.









