આશા ભોંસલેનું છેલ્લું રેકોર્ડ કરાયેલું ગીત રિલીઝ, ‘ઓમ કા હરિ’માં ગુંજશે અવાજ

સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલેનું છેલ્લું રેકોર્ડ કરાયેલું ગીત ‘એ મેરી જિંદગી, તુ છુપી હૈ કહાં’ રિલીઝ થઈ ગયું છે. આશા ભોંસલેની 93મી જન્મજયંતિ નિમિત્તે મુંબઈમાં યોજાયેલા મ્યુઝિક લોન્ચ કાર્યક્રમમાં ગીત રજૂ કરવામાં આવ્યું હતું. આ ગીત આગામી ફિલ્મ **‘ઓમ કા હરિ’**નો મહત્વનો ભાગ છે.

આ ગીત આશા ભોંસલેએ વર્ષ 2023માં આશરે 90 વર્ષની ઉંમરે રેકોર્ડ કર્યું હતું. ગીત સાંભળ્યા બાદ તેમને તે એટલું પસંદ આવ્યું હતું કે તેમણે તરત જ તેને રેકોર્ડ કરવાની સંમતિ આપી હતી. લોન્ચ દરમિયાન ગીતના રેકોર્ડિંગનો BTS વીડિયો પણ દર્શાવવામાં આવ્યો હતો.

**‘ઓમ કા હરિ’**ની કહાની હરિ પ્રસાદ નામના વૃદ્ધ વ્યક્તિની આસપાસ ફરે છે, જે પોતાના જીવનના અંતિમ દિવસોની આશંકા વચ્ચે પુત્ર સાથે વારાણસીની યાત્રાએ નીકળે છે. ફિલ્મમાં રઘુબીર યાદવ, સોની રાઝદાન, અંશુમન ઝા અને આયેશા કપૂર મુખ્ય ભૂમિકામાં છે.

ફિલ્મ 18 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. આશા ભોંસલેનું આ ગીત તેમના લાંબા સંગીત સફરની એક યાદગાર ભેટ બનીને ચાહકો સુધી પહોંચ્યું છે.

Leave a Comment

Traffic Tail