રાજકોટમાં પોલીસનું “ઓપરેશન બાંગ્લાદેશી”

રાજકોટમાં પોલીસનું “ઓપરેશન બાંગ્લાદેશી”: 31 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોની અટકાયત, પૂછપરછ શરૂ

રાજકોટ શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકો સામે વિશેષ અભિયાન “ઓપરેશન બાંગ્લાદેશી” હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત શહેરના સોની બજાર, ગાંધીગ્રામ અને ભક્તિનગર સહિતના વિસ્તારોમાં પોલીસની અલગ-અલગ ટીમોએ દરોડા પાડ્યા હતા. કાર્યવાહી દરમિયાન 31 જેટલા શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને અટકાયત કરી તેમની ઓળખ, દસ્તાવેજો અને રહેઠાણ અંગે સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, અટકાયતમાં લેવામાં આવેલા વ્યક્તિઓ પાસે ભારતીય નાગરિકતા સંબંધિત પુરાવા અને અન્ય જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી રહી છે. જો કોઈ વ્યક્તિ ગેરકાયદેસર રીતે દેશમાં રહેતી હોવાનું સામે આવશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. શહેર પોલીસની આ કાર્યવાહી બાદ સંબંધિત વિસ્તારોમાં ચકચાર મચી જવા પામી હતી. પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આવા વિશેષ ચેકિંગ અભિયાન ચાલુ રાખવામાં આવશે.

Leave a Comment

Traffic Tail