₹3.50 લાખના લિફ્ટ કેબલ ચોરી કેસનો ભેદ ઉકેલાયો

પોલીસે નવી બનતી સાઇટમાંથી લિફ્ટ કેબલની ચોરીના કેસનો ભેદ ઉકેલી એક આરોપીની ધરપકડ કરી છે.

તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી Sanjay Natu Dantaniકાસા સિયેલો રેસિડન્સી પ્રોજેક્ટમાંથી પાંચ બોક્સ લિફ્ટ કેબલની ચોરી કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ, આરોપી ચોરાયેલા કેબલને સળગાવી તેમાં રહેલા કોપર વાયર અલગ કરતો અને બાદમાં તેને વેચી નાખતો હતો. કેબલ સળગાવી પુરાવાનો નાશ કરવાનો પણ તેણે પ્રયાસ કર્યો હતો.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે આરોપી રિક્ષામાં ફરીને વિવિધ વિસ્તારોમાં રેકી કરતો હતો અને રાત્રિના સમયે ચોરીની ઘટનાઓને અંજામ આપતો હતો.

Gujarat Police એ આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. ચોરીના અન્ય ગુનાઓમાં તેની સંડોવણી છે કે નહીં અને ચોરાયેલા માલના વેચાણ અંગે પણ તપાસ ચાલી રહી છે.

Leave a Comment

Traffic Tail