રાજકોટ કોર્પોરેશનમાં નવા મેયર નેહલ શુકલ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. મેયરે કોર્પોરેશનના સિવિક સેન્ટરની મુલાકાત લઈ અરજદારોને પડી રહેલી મુશ્કેલીઓ અને હાલાકીની માહિતી મેળવી હતી. ખાસ કરીને જન્મ-મરણના દાખલા સહિતની વિવિધ કામગીરી માટે આવતા નાગરિકોને સમયસર અને સરળ સેવા મળે તે મુદ્દે અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી.
મેયર નેહલ શુકલે તંત્રને સૂચના આપી હતી કે અરજદારોના કામ ઝડપી ગતિએ પૂર્ણ થાય અને લોકોને ધક્કા ન ખાવા પડે તે માટે અસરકારક વ્યવસ્થા ઉભી કરવામાં આવે. ઉપરાંત સિવિક સેન્ટર ખાતે આવતા લોકો માટે છાંયડો, પીવાનું પાણી સહિતની મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા પણ તાકીદ કરી હતી.









