દિલ્હીમાં એરફોર્સ બાલ ભારતી સહિત અનેક શાળાઓને બોમ્બની ધમકી: ઈ-મેઈલ મળતા પોલીસ દોડતી થઈ

નવી દિલ્હી: દિલ્હીમાં આજે સવારે અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળતાં ભારે ચકચાર મચી હતી. બ્રિટિશ સ્કૂલ, સરદાર પટેલ સ્કૂલ અને એરફોર્સ બાલ ભારતી સ્કૂલ સહિતની શાળાઓને બોમ્બ મૂકવામાં આવ્યા હોવાની ધમકી આપવામાં આવી હતી.

ધમકીભર્યા ઈ-મેઈલ મળતાની સાથે જ દિલ્હી પોલીસને એલર્ટ કરવામાં આવી હતી. પોલીસની ટીમો તાત્કાલિક સંબંધિત શાળાઓમાં પહોંચી હતી અને સુરક્ષાના પગલાં હાથ ધર્યા હતા. વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને તેમને સુરક્ષિત કરવામાં આવ્યા હતા.

પોલીસ અને બોમ્બ ડિસ્પોઝલ ટીમ દ્વારા શાળાઓમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે, તપાસ દરમિયાન કોઈ બોમ્બ કે શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી. તપાસ પૂર્ણ થયા બાદ શાળાઓમાં સ્થિતિ સામાન્ય બની હતી.

સવારે અલગ-અલગ શાળાઓને મોકલવામાં આવેલા ઈ-મેઈલમાં ધમકી આપવાની પેટર્ન એકસરખી હોવાનું સામે આવ્યું છે. દિલ્હીમાં અગાઉ પણ અનેક શાળાઓને આ પ્રકારના ધમકીભર્યા ઈ-મેઈલ મળી ચૂક્યા છે. જોકે, મોટાભાગના કિસ્સામાં તપાસ દરમિયાન કોઈ વિસ્ફોટક વસ્તુ મળી આવી નહોતી.

હાલ દિલ્હી પોલીસ દ્વારા ધમકીભર્યા ઈ-મેઈલના સ્ત્રોત અને મોકલનારની ઓળખ કરવા તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail