સુરતમાં “NO DRUGS IN SURAT CITY” અભિયાન હેઠળ મોટી કાર્યવાહી: 20.159 કિલો ગાંજા સાથે એક આરોપી ઝડપાયો

સુરત: શહેરમાં નશાના વેપાર સામે ચલાવવામાં આવી રહેલા “NO DRUGS IN SURAT CITY” અભિયાન અંતર્ગત મહિધરપુરા પોલીસે વધુ એક મોટી સફળતા મેળવી છે. પોલીસે 20.159 કિલોગ્રામ ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી કુલ રૂ.10.11 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસને મળેલી બાતમીના આધારે સુમુલ ડેરી રોડ નજીક સર્વેલન્સ ટીમે વોચ ગોઠવી કાર્યવાહી હાથ ધરી હતી. દરોડા દરમિયાન આરોપી પાસેથી મોટા પ્રમાણમાં ગાંજો મળી આવ્યો હતો.

પોલીસે આરોપી પાસેથી 20.159 કિલોગ્રામ ગાંજા ઉપરાંત રોકડ રકમ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.10.11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પ્રાથમિક તપાસમાં ઝડપાયેલો આરોપી મૂળ ઓડિશાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. પોલીસે તેની સામે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ હવે આરોપી આટલો મોટો જથ્થો ક્યાંથી લાવ્યો હતો, કોને સપ્લાય કરવાનો હતો અને આ નશાકારોબાર સાથે અન્ય કોણ-કોણ સંકળાયેલા છે તે દિશામાં તપાસ આગળ ધપાવી રહી છે.

Leave a Comment

Traffic Tail