iNDEXTbનો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ: CM ભૂપેન્દ્ર પટેલે એનાયત કર્યું પ્રમાણપત્ર

સુરત: ગુજરાતના ઔદ્યોગિક વિકાસને વધુ ગતિ આપતી મહત્વપૂર્ણ સિદ્ધિરૂપે iNDEXTbએ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. સુરતમાં યોજાયેલા બિઝનેસ એક્સ્પોઝિશન દરમિયાન માત્ર 11 દિવસમાં 350 પ્રદર્શકોને જોડીને આ વિશ્વવિક્રમ સર્જવામાં આવ્યો હતો.

આ અનોખી સિદ્ધિને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ દ્વારા સત્તાવાર માન્યતા આપવામાં આવી છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે iNDEXTbના પ્રતિનિધિઓને ગિનેસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરી અભિનંદન પાઠવ્યા હતા.

આ સિદ્ધિ iNDEXTb અને K and D Communication Limitedના સંયુક્ત પ્રયાસોથી શક્ય બની છે. આયોજન દરમિયાન દેશ-વિદેશના ઉદ્યોગકારો અને પ્રદર્શકોને એક જ મંચ પર લાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેના કારણે બિઝનેસ નેટવર્કિંગને પણ નવી દિશા મળી છે.

આયોજકોના જણાવ્યા મુજબ, આ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ માત્ર એક સિદ્ધિ નહીં પરંતુ ગુજરાતના ઉદ્યોગ, વેપાર અને રોકાણક્ષેત્રની વૈશ્વિક ઓળખને વધુ મજબૂત બનાવતું મહત્વપૂર્ણ સોપાન છે. આગામી સમયમાં પણ વધુ આંતરરાષ્ટ્રીય સ્તરના બિઝનેસ કાર્યક્રમો યોજવાની દિશામાં પ્રયાસો ચાલુ રહેશે.

Leave a Comment

Traffic Tail