Bhuj તાલુકાના નાના વરનોરા ગામમાં ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
અધિકારીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરી દરમિયાન અંદાજે 10 જેટલા કાચા-પાકા મકાનો પર બુલડોઝર ચલાવી ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા.
આ કાર્યવાહી દરમિયાન આરોપી સાથે સંકળાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. પરિણામે આશરે 1100 ચોરસ ફૂટ જેટલી સરકારી જમીન દબાણમુક્ત કરવામાં આવી છે.
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. સ્થાનિક તંત્ર દ્વારા જમીન પર ફરીથી દબાણ ન થાય તે માટે પણ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.









