28થી 30 સપ્ટેમ્બર બેંક કર્મચારીઓની હડતાળ; સળંગ પાંચ દિવસ બેંકિંગ વ્યવહાર બંધ ન રહે તે માટે પગલું
બેંક કર્મચારીઓની 28થી 30 સપ્ટેમ્બર સુધીની રાષ્ટ્રવ્યાપી હડતાળને પગલે સરકારે 27 સપ્ટેમ્બર, રવિવારે બેંકો ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. શનિ-રવિની રજા અને ત્યારબાદ ત્રણ દિવસની હડતાળને કારણે સળંગ પાંચ દિવસ બેંકિંગ સેવાઓ ખોરવાઈ ન જાય તે માટે આ નિર્ણય લેવાયો છે.
નાણાં મંત્રાલયના જણાવ્યા મુજબ 27 સપ્ટેમ્બરે જાહેર ક્ષેત્રની બેંકો અને પ્રાદેશિક ગ્રામ્ય બેંકોની શાખાઓ ચાલુ રહેશે. RBI દ્વારા પણ બેંક શાખાઓ, ઓફિસો, ATM સંલગ્ન શાખાઓ અને કરન્સી ચેસ્ટ ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે.
યુનાઈટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ દ્વારા જાહેર કરાયેલી હડતાળમાં 90 ટકા જેટલો સ્ટાફ જોડાવાનો દાવો કરવામાં આવ્યો છે. યુનિયન દ્વારા ઓક્ટોબરમાં અનિશ્ચિત મુદતની હડતાળની ચેતવણી પણ આપવામાં આવી છે.








