મોરબી-કચ્છ નેશનલ હાઈવે પર માળિયા નજીક વિશાલા હોટલ પાસેથી પોલીસે 71 ઘેટાં ભરેલો આઇસર ટ્રક ઝડપી પાડ્યો હતો. ચેકિંગ દરમિયાન ટ્રકમાં ઘેટાંને ઠાંસોઠાંસ ભરી લઈ જવાતા હોવાનું સામે આવ્યું હતું. ઘેટાં માટે પાણી કે ઘાસચારાની કોઈ વ્યવસ્થા પણ કરવામાં આવી નહોતી.
પોલીસના જણાવ્યા મુજબ, ઘેટાંને પરિવહન કરવા અંગેના જરૂરી આધાર-પુરાવા પણ રજૂ કરવામાં આવ્યા નહોતા. પોલીસે ₹71 હજારના 71 ઘેટાં અને ₹7 લાખનો આઇસર ટ્રક મળી કુલ ₹7.71 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
આ મામલે માળિયા મિયાણા તાલુકા પોલીસે ફિરોજ આદમભાઈ ઓડ, આરીફ ફિરોજભાઈ ઓડ, મેરાભાઈ હમીરભાઈ ખાંભલા અને યુસુફભાઈ આદમભાઈ ઓડ સામે ગુનો નોંધી ચારેયને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબીમાં વરલીના આંકડા લેતો શખ્સ ઝડપાયો
મોરબીના સોઓરડી વિસ્તારમાં મંદિર પાસે વરલીના આંકડા લેતા મકસુદ મુસાભાઈ ચૌહાણને પોલીસે ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી ₹1,200 રોકડા મળી આવતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








