ગુજરાત સહિત 6 રાજ્યોમાં ગરમીનો કહેર, અનેક શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર

દેશના પૂર્વોત્તર રાજ્યોમાં ભારે વરસાદ વચ્ચે બીજી તરફ ગુજરાત સહિત ઉત્તર અને મધ્ય ભારતના અનેક રાજ્યોમાં ભીષણ ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે. અનેક વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી ઉપર નોંધાતા જનજીવન પર તેની અસર જોવા મળી રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં તાપમાન 40થી 43.5 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે નોંધાયું છે. ગરમીના કારણે લોકો બપોરના સમયે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

હરિયાણાના રોહતકમાં સૌથી વધુ 43.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે દિલ્હીમાં 43.4 ડિગ્રી, ઉત્તરપ્રદેશના બાંદામાં 43.2 ડિગ્રી અને મધ્યપ્રદેશના ખજુરાહોમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં ગરમીનું જોર યથાવત રહેવાની શક્યતા છે. લોકોને બિનજરૂરી તડકામાં બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા અને ગરમીથી બચવા જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail