હૈદરાબાદ એરપોર્ટ પર કરોડોનું સોનું ઝડપાયું, જીન્સમાં છુપાવેલી ગોલ્ડ પેસ્ટ સાથે બે મુસાફરો ઝડપાયા

હૈદરાબાદ: વિદેશથી સોનાની દાણચોરીનો વધુ એક મોટો પ્રયાસ હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર નિષ્ફળ બન્યો છે. કસ્ટમ્સ વિભાગે બે ભારતીય મુસાફરોની ધરપકડ કરી તેમની પાસેથી અંદાજે રૂ.3.36 કરોડ કિંમતનું 2.272 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું છે.

માહિતી મુજબ બંને મુસાફરો કુઆલાલંપુરથી હૈદરાબાદ પહોંચ્યા હતા. અગાઉથી મળેલી ગુપ્ત બાતમી અને એડવાન્સ પેસેન્જર ઈન્ફોર્મેશન સિસ્ટમ (APIS)ના આધારે કસ્ટમ્સના એર ઈન્ટેલિજન્સ યુનિટે તેમની તપાસ હાથ ધરી હતી.

તલાશી દરમિયાન અધિકારીઓને બંનેની જીન્સમાં ખાસ રીતે બનાવેલા ગુપ્ત પાઉચ મળી આવ્યા હતા. તેમાં સોનાની પેસ્ટ ભરીને સફેદ ટેપથી સીલ કરવામાં આવી હતી અને કમરના ભાગે ચતુરાઈપૂર્વક છુપાવવામાં આવી હતી, જેથી તપાસથી બચી શકાય.

કસ્ટમ્સ વિભાગે જપ્ત કરાયેલું સોનું કબજે લઈને બંને આરોપીઓની ધરપકડ કરી છે. સમગ્ર મામલે સોનાની દાણચોરીના નેટવર્ક અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail