વડોદરા: વર્ષ 2024માં નવરાત્રિ દરમિયાન ગરબા રમવા ગયેલી 16 વર્ષની સગીરા પર થયેલા દુષ્કર્મના ચકચારી કેસમાં પોક્સો કોર્ટે આજે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે કેસના તમામ પાંચ આરોપીઓને દોષિત ઠેરવી જીવનના અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારી છે.
કોર્ટે આફતાબ બનજારા, શાહરુખ બનજારા, મુન્ના અબ્બાસ બનજારા, અજમલ સતાર અને સૈફઅલી મહેંદીહસનને દોષિત ઠેરવ્યા છે.
ત્રણ આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું
કેસની સુનાવણી દરમિયાન સામે આવેલી વિગતો મુજબ, પાંચ આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું, જ્યારે અન્ય બે આરોપીઓએ ગુનામાં સહયોગ કર્યો હતો તથા સગીરા સાથે શારીરિક છેડછાડ કરી હતી.
કેસની ગંભીરતા અને આરોપીઓની ભૂમિકાને ધ્યાનમાં રાખીને પોક્સો કોર્ટે પાંચેય આરોપીઓને કડક સજા ફટકારી છે.
પીડિતાને રૂ.10 લાખનું વળતર
ચુકાદા સાથે કોર્ટે પીડિત સગીરાને રૂ.10 લાખનું વળતર ચૂકવવાનો આદેશ પણ કર્યો છે.
નવરાત્રિ દરમિયાન બનેલા આ ગંભીર કેસમાં તમામ પાંચ આરોપીઓને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારાતા ચુકાદાને રાજ્યમાં નમૂનારૂપ અને કડક ન્યાય તરીકે જોવામાં આવી રહ્યો છે.









