9/11 હુમલાના પુરાવા 25 વર્ષ સુધી દબાવાયા? FBI અને સાઉદી કનેક્શન અંગે નવા ખુલાસાથી ચર્ચા

અમેરિકા પર થયેલા 9/11 આતંકી હુમલાને 25 વર્ષ પૂર્ણ થવા આવ્યા છે ત્યારે નવા ખુલાસાઓએ ફરી ચર્ચા જગાવી છે. BBCના એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે FBI પાસે હુમલા બાદ જ એવા વીડિયો અને દસ્તાવેજો હતા, જે ઓમર અલ-બાયૂમીના અલ-કાયદા અને કેટલાક સાઉદી અધિકારીઓ સાથેના સંભવિત સંબંધો તરફ ઈશારો કરતા હતા.

રિપોર્ટ મુજબ, બાયૂમીને અનવર અલ-અવલાકી સાથે દર્શાવતા વીડિયો અને અન્ય સામગ્રી તપાસ એજન્સીઓને મળી હતી. આ પુરાવાઓ હવે 9/11ના પીડિત પરિવારો દ્વારા સાઉદી અરેબિયા સામે દાખલ કરાયેલા વળતર કેસનો ભાગ બન્યા છે.

પીડિત પરિવારોનો આક્ષેપ છે કે બાયૂમીએ હુમલામાં સામેલ બે હાઇજેકર્સને મદદ કરી હતી. જોકે, સાઉદી સરકાર લાંબા સમયથી આવા આરોપોને નકારી રહી છે અને અમેરિકી તપાસમાં પણ તેના સીધા સંડોવણીના સ્પષ્ટ પુરાવા જાહેર થયા નથી.

આ નવા દાવાઓ બાદ FBIની ભૂમિકા અને 9/11 સાથે જોડાયેલી તપાસને લઈને ફરી અનેક સવાલો ઊભા થયા છે.

Leave a Comment

Traffic Tail